તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th December 2024
ટીમ ઈન્ડિયા માટે 8મી ડિસેમ્બર ખરાબ દિવસ :એક જ દિવસમાં 3 મેચમાં હાર :ઓસ્ટ્રેલિયાએ બે વાર ધૂળ ચટાવી
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે ભારતીય મહિલા ટીમનો પરાજય : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું:બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024ની ફાઇનલમાં ભારતને હરાવ્યું.

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમ માટે 8 ડિસેમ્બરનો દિવસ કોઈ દુઃસ્વપ્નથી ઓછો રહ્યો નથી. ટીમ ઈન્ડિયા એક દિવસમાં 3 મેચ હારી છે. ભારતીય યુવા ટીમ તરફથી મહિલા ટીમ અને સિનિયર મેન્સ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હરાવ્યું હતું. આ પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. દિવસના અંતે, બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024ની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું
ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલાઓને હરાવી હતી,ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 ODI મેચોની શ્રેણી રમાઈ રહી છે.આજે રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 122 રનથી હરાવ્યું હતું.આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પણ જીતી લીધી છે.પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.શ્રેણીની છેલ્લી વનડે 11 ડિસેમ્બરે રમાશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024ની બીજી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ હતો. દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં રોહિતની સેના 175 રનમાં સમેટાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 19 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હવે શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ 14મી ડિસેમ્બરથી શરૂ થશે.
સાંજ સુધીમાં ભારતીય ટીમને વધુ એક હારનો સામનો કરવો પડ્યો હતો. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતીય યુવા ટીમને 59 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 49.1 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય અંડર-19 ટીમ 35.2 ઓવરમાં 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
