<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

પેટ કમિન્સે એડિલેડ ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો : ભારત સામે અનોખી સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

ભારત સામે પેટ કમિન્સનો રેકોર્ડ:ટેસ્ટ 60 વિકેટ, બે વખત પાંચ વિકેટ:ODI 28 વિકેટ, એકવાર પાંચ વિકેટ ઝડપી:ડે-નાઈટ ટેસ્ટ/પિંક બોલ ટેસ્ટ 14 વિકેટ, એક પાંચ વિકેટ

એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીત મેળવી હતી. જ્યારે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી હતી અને માત્ર અઢી દિવસમાં મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીતના હીરો હતો ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ. તેણે ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

બીજી ટેસ્ટ મેચમાં કમિન્સે પ્રથમ દાવમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે બીજા હાફમાં ભારતીય બેટ્સમેનોને મુક્તપણે રમવાની તક આપી ન હતી. તેણે માત્ર 14 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. તેની ખતરનાક બોલિંગના કારણે જ ટીમ ઈન્ડિયા કોઈ મોટો સ્કોર બનાવી શકી ન હતી. ટીમ ઈન્ડિયાનો બીજો દાવ માત્ર 175 રનમાં સમેટાઈ ગયો હતો. કમિન્સના બોલનો ભારતીય બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. તેના પહેલા કોઈ પણ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.

આ સાથે કમિન્સ ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે ત્રણેય ટેસ્ટ, લિમિટેડ ઓવર અને પિંક બોલ ટેસ્ટમાં 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. તેના પહેલા કોઈ બોલર આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

ભારત સામે પેટ કમિન્સનો રેકોર્ડ

ટેસ્ટ 60 વિકેટ, બે વખત પાંચ વિકેટ

ODI 28 વિકેટ, એકવાર પાંચ વિકેટ ઝડપી

ડે-નાઈટ ટેસ્ટ/પિંક બોલ ટેસ્ટ 14 વિકેટ, એક પાંચ વિકેટ


ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડે પણ એડિલેડ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 141 બોલમાં 140 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી હતી. આ સિવાય હેડ ભારત સામે ટેસ્ટ, લિમિટેડ ઓવર અને પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

(5:21 PM IST)