<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ભારતીય બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે શાબ્દિક યુદ્ધ

ફાસ્ટ બોલર સિરાજે તેને આઉટ કર્યો બાદ હેડે સિરાજેને કંઈક કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ભારતીય બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. મેચના બીજા દિવસે ટ્રેવિસ હેડ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. જે બાદ ફાસ્ટ બોલર સિરાજે તેને આઉટ કર્યો હતો. જે બાદ હેડે સિરાજેને કંઈક કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ ઘટના પછી ટ્રેવિસ હેડે બીજા દિવસના અંતે જણાવ્યું હતું કે, તેને સિરાજને જે કંઈ પણ કહ્યું તે મજાકમાં કહ્યું હતું. હવે આ ઘટના પર સિરાજનું નિવેદન સામે આવ્યું છે. ફાસ્ટ બોલરે કહ્યું કે, હેડના હાવભાવ જોઈને લાગી રહ્યું ન હતું કે તેણે મારા વખાણ કર્યા છે.

આજે મેચના ત્રીજા દિવસની શરૂઆત પહેલા સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં હેડે કહ્યું કે, મેં અહીંયા બોલિંગ કરવાનો ભરપૂર આનંદ લીધો. ટ્રેવિસ હેડ સારી બેટિંગ કરી રહ્યો હતો અને જ્યારે તેને સારી બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો તો તમે કઈ કરી શકતા નથી. તમે ટીવી પર જે કઈ પણ જોયું તે પૂર્ણ રીતે સત્ય નથી. મેં તેમને ડિસરિસ્પેક્ટ કર્યો નથી. આ મારી ઉજવણીનો એક ભાગ હતો. તેણે પ્રેસકોન્ફરેન્સમાં જ કઈ પણ કહ્યું, તે સત્ય નથી. તેમને ક્યારેય એવું કહ્યું નથી કે મેં સારી બોલિંગ કરી. અમે એકબીજાનું સમ્માન કરીએ છે અને ક્રિકેટ જેન્ટલમેન્ટ ગેમ છે. અમે જાણીએ છે કે, વાપસી કેવી રીતે કરવી છે. અમે હંમેશા પોઝિટિવ રહીએ છીએ અને અવસર પર શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ.

ટ્રેવિસ હેડે ગઈકાલે નિવેદન આપતા કહ્યું હતું કે, મેં ખરેખર મજાકમાં સારી બોલિંગ કહી હતી, પરંતુ તેણે મને પેવેલિયન તરફ ઈશારો કર્યો હતો, જેના પર મેં રિએક્શન આપ્યું હતું. હું તેના વિશે વધુ કહેવા માંગતો નથી. હું જે રીતે રમું છું તેનાથી મને સારા રિએક્શનની અપેક્ષા છે, પરંતુ આ રિએક્શનથી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

(12:54 PM IST)