તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th December 2024
ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી ડે નાઈટ ટેસ્ટ મેચ, પાંચ મેચની સિરીઝ 1-1થી સરભર
ભારત તેની બીજી ઈનિંગમાં માત્ર 175 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ જીતવા માટે માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો,પેટ કમિન્સે 5 વિકેટ ઝડપી : ; ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી રમાશે

નવી દિલ્હી : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એડિલેડના એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજા દિવસે 10 વિકેટથી શાનદાર જીત મેળવી લીધી છે. આ સાથે જ પાંચ મેચની સિરીઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.
આ મેચની વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 180 રન બનાવ્યા હતા. જેમાં રાહુલ 37 રન, શુભમન ગિલ 31 રન અને નિતીશ રેડ્ડીના 42 રન મહત્વના હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમને 157 રનની લીડ મળી હતી. ટ્રેવિસ હેડે શાનદાર 140 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ માર્નસ લાબુશેને 64 રનની ઈનિંગ રમી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 4-4 વિકેટ ઝડપી હતી.
ભારત તેની બીજી ઈનિંગમાં માત્ર 175 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ જીતવા માટે માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પેટ કમિન્સે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કે 3 અને બોલેન્ડે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટથી આ મેચ જીતી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
