<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

આજે ધવન ૩૮ વર્ષનો થયો : ‘ગબ્‍બર'નામ કેવી રીતે પડયું જાણો

નવી દિલ્‍હીઃ આજે શિખર ધવન ૩૮ વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્‍મ ૫ ડિસેમ્‍બર, ૧૯૮પના રોજ થયો હતો. ભારતીય ટીમમાં લાંબા સમય સુધી ઓપનિંગ બેટ્‍સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ધવનને ગબ્‍બર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટના મેદાન પર તેની ગબ્‍બર સ્‍ટાઈલની ઉજવણી ખૂબ જ ચર્ચામાં રહે છે. ઘણીવાર, સદી ફટકાર્યા પછી અથવા કેચ લીધા પછી, તે કબડ્ડીની રમતની શૈલીમાં એક હાથથી જાંધ પર મારવાનું અને બીજો હાથ પ્રેક્ષકો તરફ કરે છે. આ વિશે શિખરે કોમેડિયન કપિલ શર્મા શોમાં ખુલાસો કરતા કહયું લોકો મને ગબ્‍બર કહે છે કારણ કે જયારે હું રણજી ટ્રોફીમાં રમતો હતો ત્‍યારે હું સિલી પોઈન્‍ટ પર ફિલ્‍ડિંગ કરતો હતો. આ દરમિયાન, જો બીજી ટીમની પાર્ટનરશીપ થઈ જાય, તો બધા છોકરાઓ ખૂબ જ ડાઉન થઈ જાય છે. ત્‍યારે કોઈ અવાજ કરતું નથી. આવા સમયે હું કંઈક કરતો રહેવાનો પ્રયત્‍ન કરું છું. હું સિલી પોઈન્‍ટ પર બેસી રહેતો હતો. બોલરે બોલ નાખ્‍યો, આ દરમિયાન હું તેને મોટેથી કહેતો - શ્નઊંઈંફ્રદ્વ યારાના લગતા હૈ, સૂઅર કે બચ્‍ચો. અચાનક બધા મારી સામે જોવા લાગ્‍યા. આ કારણથી કોચે મારું નામ ગબ્‍બર રાખ્‍યું. આનાથી એનર્જી જળવાઈ રહે છે.(

(2:41 PM IST)