News of Tuesday, 3rd December 2024
વિરાટે મને કહયું કે શું હું મારી ગર્લફ્રેન્ડ અનુષ્કાને પ્રવાસમાં સાથે લાવી શકું?: રવિશાસ્ત્રી
પૂર્વ કોચે જણાવ્યો એક કિસ્સો

નવી દિલ્હીઃવિરાટ કોહલી અને અનુષ્કાના લગ્ન નહોતા થયા અને અનુષ્કા સ્ટેડિયમમાં બેઠી હતી તે સમયનો એક કિસ્સો યાદ કરીને રવિશાસ્ત્રી એક વાત કહી છે. તેમણે જાહેરમાં વિરાટનો અનુષ્કા પ્રત્યેનો પ્રેમ જણાવ્યો છે. તેમણે જે વાત કહી છે તે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાષાીએ બ્રેટ લી સાથે વાત કરતા ૨૦૧૫દ્ગક્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. તે દિવસોમાં શાષાી ટીમ ઈન્ડિયાના કોચ હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સાથે લાવવાની પરવાનગી માંગી હતી. તે સમયે બંનેના લગ્ન થયા ન હતા અને બોર્ડે માત્ર પત્નીને જ ક્રિકેટરો સાથે જવાની મંજૂરી આપી હતી. પરંતુ વિરાટ કોહલીએ આ પરંપરાને બદલી નાખી હતી.
રવિશાસ્ત્રી એ કહ્યું,‘હું ૨૦૧૫માં ભારતીય ટીમનો કોચ હતો. તે દિવસોમાં વિરાટ કોહલીએ લગ્ન કર્યા ન હતા. તે અનુષ્કા તેની ગર્લફ્રેન્ડ હતી. તે મારી પાસે આવ્યો. માત્ર પત્નીને જ પ્રવાસ પર જવાની મંજૂરી છે. શું હું મારી ગર્લફ્રેન્ડને સાથે લાવી શકું? મેં જવાબ આપ્યો- ચોક્કસ. તેણે કહ્યું- પરંતુ બોર્ડ તેની મનાઈ કરે છે. આ પછી મેં ફોન કર્યો. તે અનુષ્કા આવીને વિરાટ સાથે જોડાઈ હતી.
રવિશાસ્ત્રીએ ૨૦૧૫ની વાત કરીને વધુમાં જણાવ્યું કે, વિરાટ કોહલીએ સીરિઝની પહેલી જ ટેસ્ટ મેચમાં ૧૬૦ રન બનાવ્યા હતા અને ત્યાર બાદ પણ આવું જ દ્રશ્ય હતું.
વિરાટે (પહેલી ટેસ્ટ પછી) જેવી જ સ્ટાઈલમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેથી જ તે (અનુષ્કા) વિરાટ માટે એક મોટો સહારો રહ્યો છે. બ્રેટ કોહલી, જે આખી વાતચીત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું, ‘જયારે રવિ બોલે છે, ત્યારે જરા સાંભળો..'
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
