<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

જો રૂટે તોડયો સચિનનો રેકોર્ડઃ ચોથી ઇનીંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્‍યો

મુંબઈ: જો રૂટ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને દરેક પસાર થતા દિવસે તે વધુ સારો થઈ રહ્યો છે. હાલમાં, તે વિશ્વના કેટલાક એવા ક્રિકેટરોમાંથી એક છે જેણે દરેક મેદાન પર પોતાની બેટિંગથી પોતાની છાપ છોડી છે. ભલે તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ ન થયો હોય, તેમ છતાં તેણે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

જો રૂટ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. હવે બીજી ઇનિંગમાં તેણે અણનમ 25 રન બનાવ્યા જે મેચની ચોથી ઇનિંગ હતી. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. જો રૂટે ટેસ્ટની ચોથી ઇનિંગમાં અત્યાર સુધીમાં કુલ 1630 રન બનાવ્યા છે. તેંડુલકરના નામે 1625 રન છે.

ટેસ્ટની ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોમાં

  • જો રૂટ- 1630
  • સચિન તેંડુલકર- 1625
  • એલિસ્ટર કૂક- 1611
  • ગ્રીમ સ્મિથ- 1611
  • શિવનારાયણ ચંદ્રપાલ- 1580 છે.

(12:37 PM IST)