<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાશે કે કેમ ?: પાકિસ્તાનને હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથી:ICC ની મિટિંગમાં અંતિમ નિર્ણય

પીસીબીએ આઇસીસીને કહી દીધું કે `તમે બેઠકમાં હાઇબ્રિડ મૉડેલના મુદ્દે ચર્ચા કરતા જ નહીં, કારણકે અમે ભારત માટે કોઈ સગવડભરી પદ્ધતિ અપનાવાય એવું અમે નથી ઇચ્છતા

કરાચીઃ પાકિસ્તાને ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પોતાને ત્યાં યોજવા ત્રણ શહેરમાં સ્ટેડિયમોના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરે એ મુદ્દે પાકિસ્તાનને આ સ્પર્ધા રદ કરવી પરવડે એમ નથી. એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હઠ લઈને બેઠું છે કે એને ભારતની સુવિધા માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથી જ. એ જોતાં આ સ્પર્ધા યોજાશે કે કેમ એમાં શંકા છે.

પીટીઆઇના અહેવાલ મુજબ પીસીબીએ આઇસીસીને કહી દીધું છે કે `તમે શુક્રવારની બેઠકમાં હાઇબ્રિડ મૉડેલના મુદ્દે ચર્ચા કરતા જ નહીં, કારણકે અમે ભારત માટે કોઈ સગવડભરી પદ્ધતિ અપનાવાય એવું અમે નથી ઇચ્છતા.’

પીસીબીનો આગ્રહ છે કે હાઇબ્રિડ મૉડેલને બદલે બીજા કોઈ વિકલ્પ પર ચર્ચા થવી જોઈએ.
જોકે ક્રિકેટજગતના સૌથી શ્રીમંત બીસીસીઆઇનો આગ્રહ છે કે હાઇબ્રિડ મૉડેલ જ એકમાત્ર ઉપાય છે. જો આ પદ્ધતિ અપનાવાશે તો ભારતની મૅચો મોટા ભાગે દુબઈમાં રમાશે.


 

(12:19 AM IST)