<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ટીમ ઈન્‍ડિયા પાકિસ્‍તાન નહીં જાય : ટી ટ્‍વેન્‍ટી બ્‍લાઈન્‍ડ વર્લ્‍ડકપ ૨૦૨૪ ટુર્નામેન્‍ટમાંથી નામ પરત ખેંચ્‍યું

નવી દિલ્‍હી તા.ર૦ :  ૨૩ નવેમ્‍બરથી પાકિસ્‍તાનમાં ટી ટ્‍વેન્‍ટી બ્‍લાઈન્‍ડ વર્લ્‍ડકપ ૨૦૨૪ શરૂ થવાનો છે. પરંતુ ભારતીય ટીમે આ ટુર્નામેન્‍ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને તેની પાછળનું કારણ એ છે કે, વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પાકિસ્‍તાન જવાની મંજૂરી આપી નથી. જેના કારણે હવે બ્‍લાઈન્‍ડ ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્‍ટમાં રમશે નહી. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્‍લાઇન્‍ડ ઇન ઇન્‍ડિયાના આસિસ્‍ટન્‍ટ સેક્રેટરી શેલેન્‍દ્ર યાદવે આ માહિતી આપી હતી.

શેલેન્‍દ્ર યાદવે કહ્યું હતું કે, શ્નઅમે છેલ્લા ૨૫ દિવસથી પાકિસ્‍તાન જવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. હવે અમે વધુ રાહ જોઈ શકીએ નહીં કારણ કે, હવે ટુર્નામેન્‍ટ ટૂંક સમયમાં શરૂ થવાની છે.

જ્‍યારે મેં વિદેશ મંત્રાલય સાથે આ અંગે ફોન પર વાત કરી તો તેઓએ અમને કહ્યું કે, તમને પાકિસ્‍તાન જવા માટે મંજૂરી મળશે નહીં, અને તમે આ ટુર્નામેન્‍ટ રદ કરી શકો છો. 

તેઓ આ અંગેનો અમને સત્તાવાર અસ્‍વીકાર પત્ર પણ આપશે. જો કે, અમને હજુ સુધી કોઈ પણ સત્તાવાર પત્ર મળ્‍યો નથી. પરંતુ વિદેશ મંત્રાલય સાથેની ચર્ચાના આધારે અમે આ નિર્ણય લીધો છે કે, અમે પાકિસ્‍તાનમાં યોજાનારા બ્‍લાઈન્‍ડ ટી ટ્‍વેન્‍ટી વર્લ્‍ડકપમાં ભાગ લઈશું નહીં.

બ્‍લાઈન્‍ડ ટી ટ્‍વેન્‍ટી વર્લ્‍ડકપની અત્‍યાર સુધી ત્રણ સિઝન રમાઈ છે. ત્રણ સિઝન વર્ષ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં થઈ હતી. જેમાં ત્રણેય સિઝનમાં ભારતીય બ્‍લાઈન્‍ડ ટીમનો વિજય થયો હતો. ગત વખતે ૨૦૨૨ની સિઝનની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે બાંગ્‍લાદેશને ૧૨૦ રનથી હરાવીને ટાઈટલ જીત્‍યું હતું. તે મેચમાં ભારતીય ટીમે ૨૭૭ રનનો લક્ષ્ય આપ્‍યો હતો. જેના જવાબમાં બાંગ્‍લાદેશની ટીમ માત્ર ૧૫૭ રન બનાવી શકી હતી.

(3:26 PM IST)