તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
વિરાટની કદાચ આ છેલ્લી ઓસ્ટ્રેલીયાની ટૂર હોઇ શકે : ગાંગુલી

નવ દિલ્હીઃ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે વિરાટ કોહલીનું સમર્થન કરીને એક ચોંકાવનારી વાત કહી હતી. બાવન વર્ષના ગાંગુલીને લાગે છે કે ૩૬ વર્ષના કોહલીની આ ટેસ્ટ-ક્રિકેટમાં છેલ્લી ઓસ્ટ્રેલિયા-ટૂર હોઇ શકે છે. તેણે રિષભ પંતને આ જનરેશનની બેસ્ટ ટેલન્ટ ગણાવીને તેને વિરાટ કોહલી બાદનો બેસ્ટ રેડ બોલ ક્રિકેટર પણ કહ્યો હતો.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘વિરાટ ચેમ્પિયન બેટર છે. ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. ઓસ્ટ઼ેલિયામાં તેની લગભગ ૬ ટેસ્ટ-સેન્ચુરી છે. આપણે સ્વીકારવું પડશે કે તે સમય સાથે જુવાન નથી થઇ રહ્યો ર૮-ર૯-૩૦ વર્ષની ઉંમરે રમત અલગ હોય છે અને ૩૬-૩૭ વર્ષની ઉંમર અલગ હોય છે. તે પણ જાણે છે કે ટેસ્ટ-ક્રિકેટ રમવા માટે આ તેની કદાચ છેલ્લી ઓસ્ટ્રેલિયા-ટૂર હોઇ શકે છે. તે આ સિરીઝ માટે તૈયાર હશે. ઓસ્ટ્રેલિયામાં તે પરિસ્થિતિનો આનંદ માણશે. પિચ ઝડપી હશે. તેના પર ગતિ હશે, બાઉન્સ હશે, કુકાબુરા બોલ સાથે સીમ મૂવમેન્ટ હશે. આ સિરીઝ તેના માટે સારી ન બને તો મને ખૂબ જ આヘર્ય થશે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
