<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

IPL 2025માંથી પ્રથમ 1000 ખેલાડીઓ બહાર કરાયા : 574 ખેલાડીઓની નવી યાદી જાહેર

IPL 2025ની મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ નોંધણી કરાવી:હવે માત્ર 574 ખેલાડીઓ પર જ બોલી લગાવાશે :હાલમાં તમામ 10 ટીમોના પર્સમાં કુલ 641 કરોડ રૂપિયા બાકી

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શન માટે ખેલાડીઓની નવી યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે આ મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલશે. ખેલાડીઓની બોલી સાઉદી અરબના જેદાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ લગાવવામાં આવશે. આ હરાજી ભારતીય સમયાનુસાર 3 વાગ્યાથી શરૂ થશે. આ ઓક્શન માટે 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેમાં એક હજાર ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર 574 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. એટલે કે IPLએ આ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ વખતે તમામ 10 ટીમોના પર્સમાં કુલ 641 કરોડ રૂપિયા બાકી છે. જ્યારે આ તમામ ટીમોને કુલ 204 ખેલાડીઓ ખરીદવાના છે.

આ વખતે હરાજીમાં ઋષભ પંત, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલ જેવા મોટા ખેલાડી ઉતરશે. આ તમામે પોતાને 2 કરોડ રૂપિયામાં લિસ્ટ કર્યા છે.

જ્યારે વિદેશી પ્લેયર્સની યાદીમાં ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, જોસ બટલર, ડેવિડ વોર્નર, જેમ્સ એન્ડરસન, ટ્રેન્ટ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ જેવા સ્ટાર સામેલ છે.

દરેક ફ્રેન્ચાઈઝી પાસે પોતાની ટીમ બનાવવા માટે કુલ 120 કરોડ રૂપિયાનું પર્સ છે. રિટેન્શન બાદ પંજાબ કિંગ્સના પર્સમાં મેગા હરાજીમાં ખર્ચ કરવા માટે સૌથી વધુ 110.5 કરોડ રૂપિયા બચ્યા છે. એવામાં આ ટીમ બાકીની ફ્રેન્ચાઈઝીનો ખેલ બગાડી શકે છે. તેની પાસે ખેલાડીઓને ખરીદવા માટે રૂપિયાની કોઈ કમી નથી. તે ઈચ્છે તો 50 કરોડમાં પણ એક પ્લેયર ખરીદી શકે છે.

જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ (RCB) ના પર્સમાં 83 કરોડ, દિલ્હી કેપિટલ્સના (DC) પર્સમાં 73 કરોડ, ગુજરાત ટાઇટન્સના (GT) પર્સમાં 69 કરોડ રૂપિયા, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે 69 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) પર્સમાં 55 કરોડ, કોલકાતા નાઈટ રાઇડર્સના (KKR) પર્સમાં 51 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સના (MI) પર્સમાં 45 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસે 45 કરોડ અને રાજસ્થાન રોયલ્સ (RR) ના પર્સમાં 41 કરોડ રૂપિયા બાકી છે.

(10:14 PM IST)