<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વિવાદ વચ્‍ચે ICC એ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી પાકિસ્‍તાન મોકલી

ભારતની હાઇબ્રીડ મોડલમાં ટૂર્નામેન્‍ટ યોજવાની માંગ, ICC એ પાક. પાસે જવાબ માંગ્‍યો

નવી દિલ્‍હીઃ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ એ હજુ સુધી ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના અંતિમ શેડ્‍યૂલની જાહેરાત કરી નથી પરંતુ તેણે ૧૬ નવેમ્‍બરથી શરૂ થનારા દેશના -વાસ માટે ટુર્નામેન્‍ટની ટ્રોફી પાકિસ્‍તાનને મોકલી આપી છે. પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના અધિકારીના જણાવ્‍યા અનુસાર, ટ્રોફીનો પ્રવાસ ઉત્તર પાકિસ્‍તાનના સ્‍કર્દુથી શરૂ થશે. અધિકારીએ જણાવ્‍યું હતું કે, આ પ્રવાસ પાકિસ્‍તાનના એ મોટા શહેરોમાંથી પસાર થશે જ્‍યાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની મેચો રમાવાની છે.

આ ટ્રોફી એવા સમયે પાકિસ્‍તાન પહોંચી છે જ્‍યારે ભારત તરફથી ટીમ ઈન્‍ડિયાને પાકિસ્‍તાન મોકલવા ઈનકાર કરીને ‘હાઇબ્રિડ મોડલ'માં ટુર્નામેન્‍ટ યોજવાની માગ કરી છે. આ મામલે આઇસીસીએ  પીસીબી પાસેથી પણ જવાબ માંગ્‍યો છે. આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું. પરંતુ ભારતે આઇસીસીને ટીમ નહીં મોકલવાની જાણ કર્યા બાદ સમારોહ મોકૂફ રાખવામાં આવ્‍યો હતો. આઇસીસીએ હજુ સુધી પાકિસ્‍તાનમાં રમવાના ભારતના ઇનકાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી બાજુ પાકિસ્‍તાને કહ્યું કે ભારત સાથે પડદા પાછળ કોઈ વાતચીત ચાલી રહી નથી કારણ કે પડોશી દેશે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે તેની ક્રિકેટ ટીમ મોકલવાનો ઇનકાર કર્યો છે

(3:21 PM IST)