<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

‘‘આજની આફ્રિકા-ભારત બીજી T20 મેચ વરસાદ બનશે વિલન?

નવી દિલ્‍હીઃ સતત વરસાદને કારણે, સપાટી પર ઝડપી બોલરો માટે પુષ્કળ ઉછાળો અને ગતિ હશે. આ શરૂઆતમાં બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બનાવે છે પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ સ્પિન બોલરો માટે તે વધુ મદદરૂપ બને છે.

અહીં રમાયેલી 4 ટી-20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે બે વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ બે વખત મેચ જીતવામાં સફળ રહી છે.

ટોસના સમયે (ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે) વરસાદની સંભાવના 49 ટકાથી 54 ટકાની વચ્ચે છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના વધીને 63 ટકા થઈ જશે જે મેચના બીજા હાફ દરમિયાન ઘટીને લગભગ 40 ટકા થઈ જશે. મેચ ભલે ધોવાઈ ન જાય, પરંતુ વરસાદ મેચને અવરોધી શકે છે. તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

(3:46 PM IST)