News of Sunday, 10th November 2024
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી બીજો ટી-ર૦ મુકાબલો
ટીમમાં કોઇ ફેરફારની શકયતા નથીઃ સૂર્યા એન્ડ કંપની વિજયીરથ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે

નવી દિલ્હીઃ આઠમી નવેમ્બરે ડર્બનમાં સંજુ સૅમસનની શાનદાર ઇનિંગ્સ અને બોલિંગ યુનિટના જબરદસ્ત પ્રદર્શનના આધારે ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ૬૧ રને જીત મેળવી હતી. આ સાથે જ ચાર મૅચની T20 સિરીઝમાં ભારતીય ટીમે ૦-૧ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મૅચ આજે છે જે સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે કરેલા ૨૦૨ રનના જવાબમાં સાઉથ આફ્રિકા ૧૭.૫ ઓવરમાં ૧૪૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.
સંજુ સૅમસને ૨૧૪ના સ્ટ્રાઇક-રેટથી ૫૦ બૉલમાં ૧૦૭ રન ફટકારી અનેક માઇલસ્ટોન પોતાને નામે કર્યા હતા. સતત બે T20 સેન્ચુરી ફટકારીને તે આ કમાલ કરનાર ભારત ઉપરાંત એશિયાનો પણ પહેલો ક્રિકેટર બન્યો છે.
સંજુ સૅમસન સાઉથ આફ્રિકા સામે ૪૭ બૉલમાં ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારનાર ભારતીય પણ બન્યો છે.
સાઉથ આફ્રિકા સામેની પહેલી T20 મૅચ પહેલાં ડર્બનના ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમનાં રાષ્ટ્રગાન સમયે ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ભારતનું રાષ્ટ્રગીત બે વાર અટકી ગયું હતું. અહેવાલ અનુસાર સાઉન્ડ સિસ્ટમમાં ટેક્નિકલ ખરાબીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. જોકે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર્સે મેદાન પર રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
