તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th November 2024
જેવલિન ફેંકનાર નીરજ ચોપરાએ વર્લ્ડ રેકોર્ડ ધારકને નવા કોચ તરીકે નિયુક્ત

નવી દિલ્હી: સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શનિવારે પોતાની કારકિર્દીમાં એક રોમાંચક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. તેણે ભાલા ફેંકના દિગ્ગજ જાન ઝેલેઝની સાથે નવી ઇનિંગ શરૂ કરી છે. ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન અને વર્તમાન વિશ્વ વિક્રમ ધારક જોન ઝેલેઝની લાંબા સમયથી ચોપરાના આદર્શ રહ્યા છે અને હવે તેમને કોચ તરીકે માર્ગદર્શન આપશે. વાસ્તવમાં, નીરજ ચોપરા અત્યાર સુધી જર્મન કોચ ક્લોઝ બાર્ટોનિટ્ઝ સાથે કામ કરતા હતા, પરંતુ ક્લોઝ બાર્ટોનિટ્ઝ તાજેતરમાં કોચિંગમાંથી નિવૃત્ત થયા છે.ચોપરાએ કહ્યું, “મેં હંમેશા જાનની ટેકનિક અને સચોટતાની પ્રશંસા કરી છે. મેં તેના ઘણા વીડિયો જોયા છે અને તેની પાસેથી ઘણું શીખ્યું છે. તે આટલા વર્ષોથી રમતમાં સર્વશ્રેષ્ઠ છે અને હું માનું છું કે તેની સાથે કામ કરવું અમૂલ્ય હશે કારણ કે અમારી ફેંકવાની શૈલીઓ અજોડ છે અને તેમનું માર્ગદર્શન મારા માટે ભવિષ્યમાં મહત્વપૂર્ણ રહેશે કારણ કે હું મારી કારકિર્દીના આગલા સ્તર પર જઈ રહ્યો છું
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
