<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

મેચ પહેલા રાષ્‍ટ્રગાન બે વખત થયુ બંધઃ ખેલાડીઓ હસતા જોવા મળતા ચાહકો રોષે ભરાયાઃ સોશ્‍યલ મીડિયામાં વિડીયો વાયરલ

 

નવી દિલ્‍હી : ડરબનમાં મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવ્‍યા અને રાષ્‍ટ્રગીત વગાડવામાં આવ્‍યું. આ એક એવી ક્ષણ છે, જ્‍યારે સ્‍ટેડિયમમાં હાજર દર્શકો અને ટીવી પર મેચ જોઈ રહેલા ઙ્કશંસકો ભાવુક થઈ જાય છે. તમે ઘણી વખત જોયું હશે કે, રાષ્‍ટ્રગીત દરમિયાન ખેલાડીઓની આંખમાં પણ આંસુ આવી જાય છે. તેઓ ભાવુક થઇ જાય છે.  જો કે મેચ પહેલા   ટેકનિકલ ખામીને કારણે રાષ્‍ટ્રગાન બે વખત બંધ કરવામાં આવ્‍યું હતું. આ ઘટનાએ સમયે ખેલાડીઓને હસતા અને તાળી પાડતા જોતા લોકો નારાજ થયા છે. આ ઘટનાને લઇને આ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટેકનિકલ ખામીના કારણે ભારતનું રાષ્‍ટ્રગીત બે વખત બંધ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે આ બન્‍યું, ત્‍યારે કેમેરાનું ધ્‍યાન સ્‍ટાર ઓલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યા અને અક્ષર પટેલ પર ગયું જેઓ હસતા અને તાળીઓ પાડતા જોવા મળ્‍યા. આ ક્‍લિપ જોઈને ચાહકો રોષે ભરાયા છે. ફેન્‍સ રાષ્‍ટ્રગાનનું અપમાન કર્યાના આક્ષેપ લગાવી રહ્યાં છે

(11:55 AM IST)