<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ક્રિકેટર કેએલ રાહુલના આંગણામાં કિકિયારી ગૂંજશે : આથિયા શેટ્ટીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો :તેમાં લખ્યું છે કે, 'અમારી સુંદર પ્રાર્થના જલ્દી આવી રહી છે. 2025.' તેની સાથે બાળકના નાના પગ પણ બનાવાયા

મુંબઈ : અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલને લઈને એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. બંનેના ઘરે ખુશીઓ આવવાની છે. અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને અથિયાએ જણાવ્યું કે તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. આ સારા સમાચારથી ચાહકોમાં ભારે ઉત્સાહ છે. 

   આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે, 'અમારી સુંદર પ્રાર્થના જલ્દી આવી રહી છે. 2025.' તેની સાથે બાળકના નાના પગ પણ બનાવવામાં આવે છે. 

   રાહુલ અને અથિયાના આ ખુશખબર સાંભળીને તેમના પરિવારની સાથે તેમના ફેન્સ પણ ખુશ છે અને કપલને અભિનંદન આપી રહ્યા છે. અથિયાના ભાઈ અહાન શેટ્ટીએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. યુઝર્સ ખૂબ જ ખુશ છે કે અથિયા અને રાહુલનું મિની વર્ઝન ટૂંક સમયમાં દુનિયામાં આવવાનું છે. ઘણા યુઝર્સે કપલને જલ્દી માતા-પિતા બનવાના આશીર્વાદ પણ આપ્યા છે. 

   ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન અભિનેતા સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં યોજાયા હતા. હવે આ કપલ માતા-પિતા બનવા માટે તૈયાર છે.

(9:41 PM IST)