<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

વુમન્‍સ પ્રીમિયર લીગ ૨૦૨૫

ગુજરાત જાયન્‍ટ્‍સે એક ઝટકામાં વર્લ્‍ડ કપ વિજેતા ખેલાડી સહિત સાતને ટીમમાંથી તગેડી મૂકયા

મુંબઈ , તા. ૮ :  વુમન્‍સ પ્રીમિયર લીગ ૨૦૨૫ રિટેંશન પૂર્ણ થઈ ગયું છે. તમામ ટીમોએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

ગુજરાત જાયન્‍ટ્‍સની ટીમે ૭ ખેલાડીઓને બહાર કર્યા છે. જેમાં લી તાહુહુનો પણ સમાવેશ થાય છે. તેણે ન્‍યૂઝીલેન્‍ડ માટે મહિલા ટી ટ્‍વેન્‍ટી વર્લ્‍ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્‍યો હતો. ૩૪ વર્ષની આ ખેલાડી તેની શાનદાર બોલિંગ માટે જાણીતી છે.

લી તાહુહુ ઉપરાંત ગુજરાત જાયન્‍ટ્‍સ ટીમે તોહ રાણા અને વેદા કળષ્‍ણમૂર્તિ જેવા ખેલાડીઓને પણ બહાર કર્યા છે. લી તાહુહુએ ગુજરાત માટે માત્ર બે મેચ રમી હતી, જેમાં તે માત્ર એક જ વિકેટ લઈ શકી હતી.

ગુજરાત જાયન્‍ટ્‍સની ટીમ બે વખત વિમેન્‍સ પ્રીમિયર લીગમાં ભાગ લઈ ચૂકી છે અને એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. બંને વખત ટીમ પોઈન્‍ટ ટેબલમાં પાંચમા સ્‍થાને રહી હતી

રિટેન કરેલા ખેલાડીઃ હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્ન કશ્‍યપ, સયાલી સાથગરે, મેઘના સિંહ, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્‍લે ગાર્ડનર, લૌરા વોલ્‍વાર્ડ, ફોબી લિચફિલ્‍ડ, કાશવી ગૌતમ, ભારતી ફુલમાલી.

રિલીઝ કરેલા ખેલાડીઃ તોહ રાણા, કેથરીન બ્રાઇસ, લી તાહુહુ, લોરેન ચીટલ, ત્રિશા પૂજાતા, તરન્નુમ પઠાણ, વેદા કળષ્‍ણમૂર્તિ.

(4:23 PM IST)