તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd November 2024
ન્યૂઝીલેન્ડ સિરીઝ બાદ ટીમ ઇન્ડિયાની મહત્વની મેચને રદ કરાઈ : કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટિ કરી
બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રેક્ટિસ મેચ રમવાની હતી. પરંતુ આ મેચ રદ

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવાની છે. ભારતીય ટીમ નવેમ્બરના મધ્યમાં ઓસ્ટ્રેલિયા જશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમે પોતાની તૈયારીઓ પૂર્ણ કરવા માટે એક ટેસ્ટ મેચ રમવાની હતી. પરંતુ હવે રોહિત શર્માએ તેની પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી છે કે શ્રેણી પહેલાની મહત્વપૂર્ણ મેચ રદ કરવામાં આવી છે
ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમને ઈન્ડિયા A સામે પ્રેક્ટિસ મેચ રમવાની હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારત A ટીમ રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા A વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયા A વચ્ચેની પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી છે. ખુદ રોહિત શર્માએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી છે.
ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમીને પોતાની તૈયારીઓને મજબૂત કરી શકી હોત. પરંતુ હવે મેચ રદ્દ થવાના કારણે ભારતીય ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સીધો ઓસ્ટ્રેલિયા સામે સામનો કરવો પડશે. આના કારણે ટીમને નુકસાન થઈ શકે છે. કારણ કે ભારતીય ટીમ લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમશે.
ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત A ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 107 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 195 રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં પુનરાગમન કર્યું અને 312 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 226/3 રન બનાવીને મેચ જીતી લીધી અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
