તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd November 2024
ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતીય ટીમ પણ 263માં ઓલ આઉટ
ગિલ-પંતની શાનદાર ફિફ્ટી, 263 પર સમેટાયું ભારત, ન્યુઝીલેન્ડ પર 28 રનની બઢત

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતની ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં સમેટાઈ ગઈ છે. જેથી. ટીમ ઈન્ડિયાને 28 રનની લીડ મળી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતની પ્રથમ ઇનિંગમાં ઋષભ પંત અને ગિલે શાનદાર ફિફ્ટી મારી હતી. ગિલે 90 રન ફટકાર્યા હતા તો ઋષભ પંતે 36 બોલમાં 50 રન પુરા કાર્ય હતા. ત્યાર બાદ પંત 59 બોલમાં 60 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આ બંને એ 96 રનની પાર્ટનરશિપ પણ કરી હતી.
બીજી ઇનિંગમાં ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગમાં ઉતરી ત્યારે તેને તરજ ઝટકો લાગ્યો હતો. પહેલી જ ઓવરમાં ટોમ લાથમ 1 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આકાશ દિપે તેને બોલ્ડ કર્યો હતો. ટીમના 39 રન પર કોન્વે પણ 22 રન કરી વોશિંગટન સુંદરની ઓવરમાં આઉટ થયો હતો.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
