<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

પંતે ફટકારી ઝડપી ફિફટી, પૃથ્વી શો નો તોડ્યો રેકોર્ડ

પંતે 36 બોલમાં હાફ સેંચૂરી પૂરી કરી હતી, જ્યારે પૃથ્વી શોએ પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કિવી ટીમ સામે 41 બોલમાં ફિફ્ટી ફટકારી હતી

મુંબઇ : વાનખેડેમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે  ઋષભ પંતે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં તેને કીવી સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. પંતે માત્ર 36 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

ઋષભ પંતે વાનખેડેના મેદાનમાં તાબડતોડ બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં કીવી બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેને માત્ર 36 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ન્યુઝીલેન્ડ સામે ભારત તરફથી ફટકારેલી આ સૌથી ફાસ્ટ ફિફ્ટી પણ છે. જેમાં તેને પૃથ્વી શોના રેકોર્ડને તોડ્યો છે.

ઋષભ પંતે ટેસ્ટના બીજા દિવસની શરૂઆતમાં ગ્રાઉન્ડ પર જોરદાર આતિશબાઝી કરી હતી. તેને પહેલી જ ઓવરમાં એજાઝ પટેલની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કિવી સ્પિનરોનો પણ તેને ગ્રાઉન્ડ પર વારો કાઢ્યો હતો. સ્પિનરની ઓવરમાં ફ્રન્ટ ફૂટ પર જઈને બેટિંગ કરી હતી. પંતે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પંતે 59 બોલમાં કુલ 60 રનની ફટકર્યા હતા. જેમાં તેને 8 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા

ઋષભ પંતે ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. પંતે 36 બોલમાં હાફ સેંચૂરી પૂરી કરી હતી. જેમાં તેને પૃથ્વી શોના રેકોર્ડને તોડી નાખ્યો છે. શોએ પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કિવી ટીમ સામે 41 બોલમાં ફિફ્ટી મારી હતી.

વધુ વાંચો : ગિલ-પંત જામી ગયા! ફટકારી તાબડતોબ ફિફ્ટી, ત્રીજી ટેસ્ટમાં ભારતનું પલડું

ગિલ સાથે કરી પાર્ટનરશિપ
શુભમન ગિલ સાથે ઋષભ પંતે ભારતીય ઇનિંગ્સને શાનદાર રીતે આગળ વધારી હતી. તેમની પાર્ટનરશિપમાં પંત વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હોવાથી ગિલે એક તરફ શાંતિથી બેટિંગ કરી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 96 રનની પાર્ટનરશિપ કરી હતી. પંતે ન્યુઝીલેન્ડના સ્પિનરોને વધુ નિશાના પર લીધા હતા. ગિલ અને પંતની ભાગીદારીના કારણે ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શક્યું છે. ભારતની અત્યારે 246 રન પર 8 વિકેટ પડી છે. જેમાં ઇન્ડિયાની ટીમે લીડ પણ હાંસિલ કરી છે.

 

(4:29 PM IST)