તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી: છેતરપિંડી કેસમાં નવેસરથી થશે તપાસ
ગૌતમ ગંભીરને છેતરપિંડીના કેસમાં મોટો ઝટકો:કોર્ટે તેને નિર્દોષ છોડવાના આદેશને ફગાવી દીધો

નવી દિલ્હી : દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરવાના આદેશને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે ગંભીરની ભૂમિકા અંગે વધુ તપાસ જરૂરી છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ 29 ઓક્ટોબરે આ ચુકાદો સંભળાવ્યો હતો
આ મામલો રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ, એચઆર ઇન્ફ્રાસિટી અને યુએમ આર્કિટેક્ચર્સ સાથે સંબંધિત છે. આ કંપનીઓ અને તેમના ડિરેક્ટરો પર ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે ગંભીર સામેના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની ભૂમિકાની વધુ તપાસ થવી જોઈએ.
વાસ્તવમાં, વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ 29 ઓક્ટોબરના તેમના આદેશમાં લખ્યું હતું કે તે એકમાત્ર એવો આરોપી છે કે જેનો રોકાણકારો સાથે સીધો સંપર્ક હતો, કારણ કે તે રૂદ્ર બિલ્ડવેલ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ગંભીરને કંપની પાસેથી 4.85 કરોડ રૂપિયા મળ્યા અને તેણે 6 કરોડ રૂપિયા ચૂકવવા પડશે .
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
