તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
કાલથી પુણેમાં ટેસ્ટઃ ટીમ ઇન્ડિયા જોરદાર કાઉન્ટર એટેક માટે તૈયાર
રાહુલનું પતુ કપાશે તો ગિલને સ્થાન મળશે, વોશીંગ્ટન સુંદરની પણ ટીમમાં એન્ટ્રી થઇ શકે : ટોસ મહત્વનો ભાગ ભજવશે, પ્રથમ બેટીંગ કરનાર ટીમ જીતે છે, ચોથા અને પાંચમાં દિવસે સ્પિનરોને મદદ મળશે

નવી દિલ્હીઃ બેંગલુરુ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા પુણેમાં જોરદાર કાઉન્ટર એટેક માટે તૈયાર છે. ગિલની વાપસી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. આપણા ખેલાડીઓ સિરીઝ સરભર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પુણેમાં બેટ્સમેનોનું વર્ચસ્વ છે અને તે ખૂબ જ ફોર અને સિક્સરનો વરસાદ કરે છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ બે ટેસ્ટ મેચ રમાઈ છે અને તેમાં પ્રથમ બેટિંગ કરનાર બંને ટીમો જીતી છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે રમતા પ્રથમ દાવમાં સ્કોર બોર્ડ પર ૬૦૧ રન બનાવ્યા હતા. એટલે કે પુણેમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બેટ્સમેનોની સાથે સાથે પિચ સ્પિન બોલરોને પણ ઘણી મદદ કરે છે. ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે સ્પિનરોના બોલ ખૂબ સ્પિન થાય છે.
પૂણેના આ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ ૨૦૧૭માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૯માં, ટીમે સાઉથ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૩૭ રને હરાવ્યું હતું.
પ્રથમ દાવમાં આ મેદાન પર સરેરાશ સ્કોર ૪૩૦ છે. બીજી ઇનિંગમાં સરેરાશ સ્કોર ૧૯૦, ત્રીજી ઇનિંગમાં ૨૩૭ અને ચોથી ઇનિંગમાં ૧૦૭ રન હતો. એટલે કે ચોથી ઇનિંગ્સમાં આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
