તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ દિવસમાં સ્કૂલ-કોલેજની સવા લાખથી વધુ વિદ્યાર્થીનીઓ આવશે મેચ જોવા
ર૪ મીથી આ સ્ટેડિયમમાં પહેલીવાર વિમેન્સ વન-ડે ક્રિકેટ રમાવાનો છે એટલે અને પ્રમોટ કરવા ગર્લ્સને આમંત્રણ તમામ માટે ફ્રી એન્ટ્રી : ભારત અને ન્યુઝીલેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝ રમાશે, બધા મેચ ડે-નાઇટ

નવી દિલ્હી : ભારત અને ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ અમદાવાદમાં રમાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર વિમેન્સ વન-ડે ક્રિકેટ ઇવેન્ટ યોજાઈ હોવાથી વિમેન્સ ક્રિકેટને પ્રમોટ કરવા સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓને મૅચ જોવા ઇન્વાઇટ કરવામાં આવી છે અને આ ત્રણ મૅચ દરમ્યાન અંદાજે સવા લાખથી વધુ વિદ્યાર્થિનીઓ મૅચ જોવા આવશે. તમામ માટે ત્રણેય મૅચમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. રણ વન-ડે મૅચની આ સિરીઝની પહેલી મૅચ ૨૪ ઑક્ટોબરે પ્રથમ ર૭ મીઅએ બીજો અને ર૯ મીએ ત્રીજો મેચ રમાશે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
