તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
૩૧ ઓકટોબર પહેલા ધોની લેશે આઇપીએલની આગામી સીઝનનો નિર્ણય

નવી દિલ્હીઃ આઇપીએલ- ૨૦૨૫ના મેગા ઑક્શન પહેલાં દરેક ફ્રૅન્ચાઇઝીએ ૩૧ ઑક્ટોબર ૨૦૨૪ સુધીમાં પોતાની રીટેન્શન લિસ્ટ ભારતીય ક્રિકેટ બોર્ડને સબમિટ કરવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં હજી પણ રીટેન્શન માટે અસમંજસનો માહોલ છે, કારણ કે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હજી પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. એક ઇન્ટરવ્યુમાં ફ્રૅન્ચાઇઝીના ઘ્ચ્બ્ કાસી વિશ્વનાથને કહ્યું હતું કે ‘અમે પણ ઇચ્છીએ છીએ કે ધોની CSK ટીમમાં રમે, પરંતુ ધોનીએ હજી સુધી અમને એની પુષ્ટિ કરી નથી. ધોની ૩૧ ઑક્ટોબર પહેલાં નેક્સ્ટ સીઝન માટે તેનો નિર્ણય કહેશે. અમે આશા રાખીએ છીએ કે તે રમશે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
