તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત જાણો ક્યા 15 ખેલાડીઓનો ટીમમાં થયો સમાવેશ
ટીમ ઈન્ડિયા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જ્યાં ટીમે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમશે :આ પહેલા ભારત A ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.

ટીમ ઈન્ડિયા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પહેલા ભારત A ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. અહીં ભારત A ટીમ ઓસ્ટ્રેલિયા A સામે બે ચાર દિવસીય મેચ રમશે. આ પ્રવાસ માટે ભારત Aની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ હશે. આ પ્રવાસ 31 ઓક્ટોબરથી શરૂ થશે. ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે
ભારત A ટીમ ઓસ્ટ્રેલિયા A સામે બે મેચ રમશે. આ સિવાય ટીમે એક ઈન્ટ્રા સ્ક્વોડ મેચ પણ રમવાની છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહેલી ટીમ ઈન્ડિયા સામે થશે. આ મેચ ત્રણ દિવસ સુધી ચાલશે. આ મેચ પર્થના WACA મેદાન પર 15 થી 17 નવેમ્બર વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પણ પર્થમાં રમવાની છે. ટીમ ઈન્ડિયાને આ મેચનો ફાયદો થઈ શકે છે.
ઈન્ડિયા A ટીમઃ રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, બાબા ઈન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દયાલ, નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયન.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
