<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ચેતેશ્વર પુજારાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વાપસીનો દરવાજો ખટખટાવ્યો :18મી બેવડી સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના બેટથી આ તેની 18મી બેવડી સદી છે. તે 234 રન બનાવીને આઉટ થયો

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જે રીતે ભારતીય બેટીંગનો પર્દાફાશ થયો તે જોઈને બધાને આશ્ચર્ય થયું. મેચમાં પ્રથમ દાવમાં ભારતને નબળી બેટિંગનો માર સહન કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પાછળ રહી ગઈ છે.

  આ મેચમાં મળેલી હાર બાદ આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. બેટિંગ કેવી હશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે આ દરમિયાન ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ચેતેશ્વર પુજારાએ પોતાની બેટિંગથી ધ્યાન ખેંચ્યું છે. 

    સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં પુજારાના બેટએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રનનો વરસાદ કર્યો અને હલચલ મચાવી દીધી. સૌરાષ્ટ્રના પ્રથમ દાવમાં પુજારાનું બેટ એવું હતું કે બોલરો દંગ રહી ગયા હતા અને ફિલ્ડરો બાઉન્ડ્રી તરફ દોડીને બોલ લાવતા રહ્યા હતા 

  ત્રીજા નંબર પર બેટિંગ કરતા ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી અને તેને વધુ લાંબો બનાવતો રહ્યો. સદી બાદ પણ તે અટક્યો નહીં અને રન બનાવવાનું ચાલુ રાખ્યું. પુજારાએ બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના બેટથી આ તેની 18મી બેવડી સદી છે. તે 234 રન બનાવીને આઉટ થયો હતો.

(10:50 PM IST)