તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
પંતના ખાતામાં અનિચ્છનીય રેકોર્ડઃ ધોની મેકલુમ અને બ્રેસ્ટોની સાથે થયો સામેલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ઋષભ 20 અને બીજી ઇનિંગમાં 99 રન પર આઉટ થયો હતો.

બેંગલુરૂ : ઋષભ પંત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં વિકેટકીપિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન ધ્રુવ જુરેલને મેદાનમાં આવવું પડ્યું હતું. પંતના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી અને સોજો હતો. BCCI ની મેડિકલ ટીમ પંતની ઈજા પર નજર રાખી રહી હતી. પ્રથમ દાવમાં 20 રન બનાવ્યા બાદ પંત ઇજાગ્રસ્ત હોવા છતાં મેદાન પર આવ્યો હતો. આ દરમિયાન તેણે તોફાની બેટિંગ પણ કરી હતી.
ઋષભ પંત હવે ટેસ્ટમાં 99 રન પર આઉટ થનાર બીજો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ અનિચ્છનીય ક્લબમાં જોડાનાર તે ચોથો વિકેટકીપર છે. આ પહેલા 2012માં ઈંગ્લેન્ડ સામે નાગપુર ટેસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 99 ના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. આ યાદીમાં ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ અને ઈંગ્લેન્ડના જોની બેરિસ્ટોનો પણ સમાવેશ થાય છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
