News of Saturday, 19th October 2024
બીસીસીઆઇ સામે કરગરતુ પીસીબી
ભારત તેના તમામ મેચો પાકિસ્તાનમાં રમે અને મેચ પૂરો થયા બાદ ટીમ ચંદીગઢ કે દિલ્હી પરત ફરી જાય, તેવો પ્રસ્તાવ મુક્યો

નવી દિલ્હી તા. ૧૯ : ચેમ્પિયન્સ ટ્રોફીને ગણતરીના મહિનાઓ જ બાકી છે પરંતુ ભારત પાકિસ્તાન જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ભારતીય ટીમને પાકિસ્તાનમાં પોતાની મેચ રમવા અંગે નવો પ્રસ્તાવ આપ્યો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ભારત સરકારની મંજૂરી પર નિર્ભર છે.
જો ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, તો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાય તેવી શક્યતા છે. જોકે, બીજી તરફ પીસીબી કોઈને કોઈ રીતે ભારતની તમામ મેચો પાકિસ્તાનમાં આયોજિત કરવા માંગે છે. ક્રિકબઝના પ્રમાણે પીસીબીએ બીસીસીઆઈને એક પત્ર લખીને કહ્યું છે કે ભારત તેની તમામ મેચો પાકિસ્તાનમાં રમે. મેચ રમ્યા બાદ તેઓ ચંદીગઢ અથવા દિલ્હી પાછા આવી જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને સંપૂર્ણ સહયોગ આપશે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
