તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને ૭ વિકેટે પછાડયું
બાંગ્લાદેશ ૧ર૭/૧૦, ભારત ૧૩ર/૩: હવે ૭મીએ બીજો મુકાબલો

નવી દિલ્હી તા. ૭: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે ગ્વાલિયરમાં પ્રથમ ટી-ર૦ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ ૭ વિકેટે જીતી લીધી હતી. ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે આ લક્ષ્યને આસાનીથી હાંસલ કરી લીધું હતું.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં લિટન દાસની વિકેટ લીધી હતી. દાસે ૨ બોલમાં ૪ રન બનાવ્યા હતા. આ પછી પરવેઝ હુસૈન ઈમોને ૮ રન, તૌહીદ હૃદયે ૧૨ રન અને મહમુદુલ્લાહે ૧ રન બનાવ્યા હતા. ઝાકીર અલીએ ૮, કેપ્ટન શાંતોએ ૨૭, રિશાદ હુસૈને ૧૧, તસ્કીન અહેમદે ૧૨ રન બનાવ્યા હતા.
૧૨૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૧૧.૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૩૨ રન બનાવ્યા હતા. અભિષેક શર્મા અને સંજુ સેમસને ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૫ રન જોડ્યા હતા. શર્મા બીજી ઓવરમાં રનઆઉટ થયો હતો. તેણે ૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૬ રન બનાવ્યા હતા. આ પછી સંજુએ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને બીજી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવ છઠ્ઠી ઓવરમાં કેચ આઉટ થયો હતો. તેણે ૧૪ બોલમાં ૨૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સ્કાયએ ૨ ફોરની સાથે ૩ સિકસર ફટકારી હતી.
અર્શદીપ-ચક્રવર્થીએ ૩-૩, હાર્દિક યાદવ અને સુંદરે ૧-૧ વિકેટ ઝડપી હતી.
હવે તા. ૯ના સાંજે ૭ વાગ્યાથી બીજો મુકાબલો રમાશે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
