તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th October 2024
ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હારથી ભારતીય ટીમનો મહિલા T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ : કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમીફાઈનલમા ? હવે દરેક મેચ એન્ટી નોકઆઉટ પણ મજબૂત
58 રનની આ મોટી હારથી નેટ રન રેટના મામલે પણ ભારતની મુશ્કેલીઓ વધી ગઈ ભારત હાલમાં -2.900ના નેટ રન રેટ સાથે ગ્રુપ Aમાં છેલ્લા સ્થાને : ભારત રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે.

નવી દિલ્હી તા.૫ : ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હારથી ભારતીય ટીમનો મહિલા T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. 58 રનની હારથી નેટ રન રેટ પર પણ અસર પડી છે, જેના કારણે ભારતે હવે બાકીની તમામ મેચ જીતવી પડશે.
મહિલા T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના હાથે અણધારી હારના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. શનિવારે રમાયેલી પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમી ફાઇનલમાં પ્રવેશ કરશે.
58 રનની આ મોટી હારથી નેટ રન રેટના મામલે પણ ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારત હાલમાં -2.900ના નેટ રન રેટ સાથે ગ્રુપ Aમાં છેલ્લા સ્થાને છે. ભારત રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાની ટીમ, જેણે તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 31 રનથી હરાવ્યું હતું, તે હાલમાં (+1.550) નેટ રન રેટ સાથે ગ્રુપમાં બીજા સ્થાને છે. બુધવારે ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે જ્યારે આગામી રવિવારે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે.
હવે ભારતીય ટીમ પાસે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવા માટે તમામ મેચ જીતવા સિવાય કોઈ વિકલ્પ નથી. હવે એક પણ હાર ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. જો ભારત બાકીની 3 મેચમાંથી એક પણ હારી જાય છે તો તેણે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. રવિવારે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાનને હરાવીને પોતાનો નેટ રન રેટ સુધારવા પર રહેશે. જો ભારત શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવશે તો પણ તેણે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારને પાર કરવો પડશે. સેમી ફાઈનલ મેચ 17 અને 18 ફેબ્રુઆરીએ દુબઈ અને શારજાહમાં રમાશે. પ્રથમ મેચમાં મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની આકરી ટીકા થઈ રહી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
