<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વર્લ્ડ કપ જીત્યા બાદ નવું જીવન મળ્યું હોય એવું લાગ્યુ કેપ્ટન રોહિત શર્માને

નવી દિલ્હી : અહમદનગરમાં પોતાની ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કરતી વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્યાં વિશાળ સંખ્યામાં હાજર ફેન્સને કહ્યું હતું કે 'અમારા માટે સૌથી મોટું લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ એવું લાગ્યું કે જાણે મને નવું જીવન મળ્યું છે. અમે અહીં અમારી ક્રિકેટ એકેડેમી શરૃ કરી રહ્યા છીએ અને મને આશા છે કે આ એકેડેમી યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓનું નિર્માણ કરશે.'(૨૧.૧૩)

(4:10 PM IST)