તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th September 2024
BCCI મેન્સ સિલેક્શન કમિટી દ્વારા બાંગ્લાદેશ સામેની આગામી T20I શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની કરી પસંદગીઃ મયંક યાદવને ટીમમાં કર્યો સામેલ
IPL ડેબ્યૂમાં જ ધૂમ મચાવનાર ફાસ્ટ બોલર મયંક યાદવને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું

મુંબઇ: BCCI મેન્સ સિલેક્શન કમિટીએ બાંગ્લાદેશ સામેની આગામી T20I શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટેસ્ટ શ્રેણી બાદ ભારત ગ્વાલિયર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ T20I મેચ રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPL ડેબ્યૂમાં જ ધૂમ મચાવનાર ફાસ્ટ બોલર મયંક યાદવને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
નવી દિલ્હી. BCCIએ બાંગ્લાદેશ સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPL રમી રહેલા મયંક યાદવને પહેલીવાર 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અભિષેક શર્મા પણ પરત ફર્યો છે. આ ઉપરાંત સંજુ સેમસન અને જીતેશ શર્માનો વિકેટ કીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
BCCI મેન્સ સિલેક્શન કમિટીએ બાંગ્લાદેશ સામેની આગામી T20I શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટેસ્ટ શ્રેણી બાદ ભારત ગ્વાલિયર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ T20I મેચ રમશે. સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
