તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
બાંગ્લાદેશ સામે રમાના ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયા નું એલાન : યુવા બોલર મયંક યાદવની પસંદગી,મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને વિકેટકીપર જીતેશ શર્માની પણ વાપસી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ t20 6 ઓક્ટોબર બીજી 9 ઓક્ટોબર અને ત્રીજી ટી 20 મેચ 12 ઓક્ટોબરના રમાશે

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. જે બાદ ટી-20 સિરીઝ રમાવાની છે. જેના પગલે બીસીસીઆઈએ ભારતીય ટીમનું એલાન કરી દીધુ છે. જેમાં ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભળાશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
જેમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગત સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ ટીમ તરફથી રમતા મયંક યાદવની શાનદાર બોલિંગે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે તેની પ્રથમવાર ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને વિકેટકીપર જિતેશ શર્માની વાપસી થઈ છે.
ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રિંકુ સિંઘ, નિતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા(વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદિપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટી-20 - 6 ઓક્ટોબર
બીજી ટી-20 - 9 ઓક્ટોબર
ત્રીજી ટી-20 - 12 ઓક્ટોબર
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
