તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th September 2024
ICC રેન્કિંગમાં ભારતના યુવા ખેલાડીઓએ મચાવ્યો કડાકો, યશસ્વી-ગિલ સહિત 5 સ્ટાર્સ ચમક્યા
ICC ટેસ્ટ રેન્કિંગ: બુધવાર 25 સપ્ટેમ્બરના રોજ, ICC એ નવી ટેસ્ટ બેટિંગ રેન્કિંગની યાદી જાહેર કરી

મુંબઇઃ ICC ટેસ્ટ રેન્કિંગ: બુધવાર 25 સપ્ટેમ્બરના રોજ, ICC એ નવી ટેસ્ટ બેટિંગ રેન્કિંગની યાદી જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓએ પોતાની છાપ બનાવી છે. ICC બેટિંગ રેન્કિંગની ટોચની 20 યાદીમાં કુલ 5 ખેલાડીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
યશસ્વી જયસ્વાલ 5માં નંબરે પહોંચી ગયો છે. આ સિવાય ઋષભ પંતે છઠ્ઠા નંબર પર પોતાનો જાદુ ફેલાવ્યો છે. પંતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી.
તેના સિવાય કેપ્ટન રોહિત શર્માને 5 પોઈન્ટનું નુકસાન થયું છે. તે પાંચમા સ્થાનેથી સીધા 10મા સ્થાને પહોંચી ગયો છે. રોહિત ચેન્નાઈ ટેસ્ટમાં 716 પોઈન્ટ સાથે 10માં નંબર પર છે. જ્યારે વિરાટ બાંગ્લાદેશ સામે ખરાબ પ્રદર્શન કરીને 12મા સ્થાને છે. શુભમન ગિલને પાંચ પોઈન્ટનો ફાયદો થયો છે. તેણે છેલ્લી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તે હવે 14માં સ્થાને પહોંચી ગયો છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
