<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

બુમરાહ ટીમ ઇન્‍ડિયાનો કોહીનુર, આટલી ગરમીમાં પણ ૧૪૫ કિ.મી.નો તોફાની ઝડપે બોલ ફેંકે છેઃ અશ્વિન

નવી દિલ્‍હીઃ બાંગ્‍લાદેશ સામે પહેલી ટેસ્‍ટમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્‍પિનર રવિન્‍દ્રન અશ્વિને એક યુટયુબ ચેનલ પર ફાસ્‍ટ બોલર બુમરાહ વિશે મોટી વાત કરતા કહ્યું કે, ‘જસપ્રીત બુમરાહ આટલી ગરમીમાં ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે, તે ખૂબ મહેનત કરે છે. દિગ્‍ગજ બોલર કપિલ દેવ પછી તે સૌથી મોટો મેચ-વિનિંગ બોલર છે જે સ્‍ટ્રેસ અને ફ્રેક્‍ચરમાંગી સાજો થઇને ૧૪૫ કિલોમીટરની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તે ભારતીય ક્રિકેટનો કોહિનુર હીરો છે.'

હાલમાં ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર સ્‍ટીવ સ્‍મિથે પણ બુમરાહને ત્રણેય ફોર્મેટનો બેસ્‍ટ બોલર ગણાવ્‍યો છે. બાંગ્‍લાદેશ સામેની પહેલી ટેસ્‍ટમાં તેણે બે ઇનિંગ્‍સમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે.

(3:34 PM IST)