તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ચેન્નાઇ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર રિષભ પંત સાથેની ઈશા નેગી એ ઈન્સ્ટાગ્રામમાં મૂકેલું સ્ટોરી વાયરલ
ઇશાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું ગ્રેટફુલ, થેન્કફુલ,બ્લેસડ

નવી દિલ્હી : રિષભ પંતનું શાનદાર પ્રદર્શન ચેન્નાઈ ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું. પંતે શતકીય રમત રમીને 2 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. જે બાદ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે લાંબા સમયથી જોડાયેલું હતું. તે પછી બંને અલગ થઈ ગયા, ઘણી વખત ઉર્વશી રૌતેલાએ પણ એવી પોસ્ટ શેર કરી છે જે ક્યાંક ને ક્યાંક પંત તરફ ઈશારો કરે છે.
પરંતુ તે પછી ઋષભ પંતની અફવાવાળી ગર્લફ્રેન્ડ ઈશા નેગીની પંત સાથેની તસવીરો સામે આવી હતી. પંત અને ઈશા ઘણી તસવીરોમાં સાથે જોવા મળ્યા છે. જોકે પંતે ક્યારેય પોતાના સંબંધો વિશે કંઈ કહ્યું નથી. ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન ઈશા નેગીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ઈશા નેગીનો જન્મ 20 ફેબ્રુઆરી 1997ના દેહરાદૂનમાં થયો હતો. ઈશા એક બિઝનેસમેનની દીકરી છે. રિપોર્ટ અનુસાર ઈશા અને પંત લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેમની સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હવે ચેન્નાઈ ટેસ્ટમાં પંતના શાનદાર વાપસી બાદ ઈશા નેગીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
ઈશાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું કે ગ્રેટફુલ, થૈકફુલ, બ્સેસ્ડ. હવે ચાહકો ઈશાની આ સ્ટોરીને ટેસ્ટ ક્રિકેટમાં પંતના પુનરાગમન સાથે જોડી રહ્યા છે. વર્ષ 2019માં ઋષભ પંતે ઈશા નેગી સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. જે બાદ ફેન્સ ઇશાને તેની ગર્લફ્રેન્ડ ગણવા લાગ્યા હતા.
કાર અકસ્માત બાદ પંતની પ્રથમ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે હતી. પંત લગભગ 2 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત આવ્યો છે. પંતનું પુનરાગમન ખૂબ જ શાનદાર હતું, જેના કારણે કેપ્ટન રોહિતથી લઈને ચાહકો સુધી બધા દિવાના થઈ ગયા.
ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં પંતે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. પંતે આ ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં પંતના બેટમાંથી 39 રન થયા હતા.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
