<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

કેન વિલિયમસને ઇતિહાસ રચ્યો : રોસ ટેલરને હરાવીને નંબર વન બન્યો

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને રવિવારના રોજ શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ કબજે કરીને રોસ ટેલરને પાછળ છોડી દીધો છે.

નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસને રવિવારે શ્રીલંકા સામે ઈતિહાસ રચીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. વિલિયમસન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દેશ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિલિયમસને અત્યાર સુધી 359 આંતરરાષ્ટ્રીય મેચમાં 18213 રન બનાવ્યા છે. આ મામલે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 18199 રન બનાવનાર પૂર્વ ક્રિકેટર રોસ ટેલરને હરાવ્યા હતા. તેણે શ્રીલંકા વિરૂદ્ધ બીજી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

પૂર્વ કિવી કેપ્ટને શ્રીલંકાની ટીમ સામે પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં 55 અને 30 રન બનાવ્યા હતા. આ 34 વર્ષીય બેટ્સમેને 2023માં પોતાના દેશ માટે સૌથી વધુ ટેસ્ટ રનનો રોસ ટેલરના રેકોર્ડને તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ભારત પર જીત અપાવવામાં આગેવાની કરનાર વિલિયમસને 10 ઓગસ્ટ, 2010ના રોજ દામ્બુલામાં ભારત વિરુદ્ધ રમાયેલી ODI મેચમાં ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું.

તેની ટેસ્ટ ડેબ્યૂ પણ 4 નવેમ્બર 2010ના રોજ અમદાવાદમાં ભારત સામે આવી હતી અને તેણે તેની પ્રથમ ટી20 મેચ 15 ઓક્ટોબર 2011ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે રમી હતી. વિલિયમસને ન્યુઝીલેન્ડ માટે 101 ટેસ્ટ મેચોમાં 8828 રન બનાવ્યા છે અને 165 વનડે અને 93 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 6811 અને 2575 રન બનાવ્યા છે.

તે 2019 ODI વર્લ્ડ કપ અને 2021 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ન્યુઝીલેન્ડ ટીમનો કેપ્ટન હતો, પરંતુ બંને પ્રસંગોએ હારનો સામનો કરવો પડ્યો હતો.

(11:36 PM IST)