News of Tuesday, 17th September 2024
૨૩ વર્ષ બાદ શ્રીલંકામાં રમાશે ૬ દિવસની ટેસ્ટ-મેચ
પ્રેસિડન્ટના ઇલેક્શનને કારણે મળશે એક દિવસનો આરામ

રાજકોટઃ ૧૮ સપ્ટેમ્બર એટલે કે આવતી કાલથી ન્યુ ઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બે મેચની ટેસ્ટ-સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી ટેસ્ટ ૧૮ સપ્ટેમ્બર અને બીજી ટેસ્ટ ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થશે. ૨૧ સપ્ટેમ્બરે શ્રીલંકામાં પ્રેસિડન્ટનું ઇલેક્શન હોવાથી એ દિવસને રેસ્ટ-ડે રાખવામાં આવ્યો હોવાથી આ ટેસ્ટ ૬ દિવસની થઈ છે. શ્રીલંકામાં છેલ્લે ૨૦૦૧માં ઝિમ્બાબ્વે સામેની કોલંબો ટેસ્ટમાં ફુલ મૂન હોવાથી રેસ્ટ-ડે રાખવામાં આવ્યો હતો એટલે કે ૨૩ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ૬ દિવસની ટેસ્ટ રમાશે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
