News of Tuesday, 17th September 2024
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ૮ છગ્ગા ફટકારશે તો મેકલમનો રેકોર્ડ તોડશે

નવી દિલ્હી,તા. ૧૭: બંગલાદેશ અને ભારત સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઇંગ્લેન્ડના વર્તમાન હેડ કોચ બ્રેન્ડન મેક્લમનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી શકે છે. બ્રેન્ડન મેક્લમે ૨૦૧૪માં ટેસ્ટ-ક્રિકેટમાં એક વર્ષમાં ૧૬ ઇનિંગ્સમાં સૌથી વધુ ૩૩ સિક્સર ફટકારી હતી.
બાવીસ વર્ષના યશસ્વી જાયસવાલે આ વર્ષે ટેસ્ટની ૧૧ ઇનિંગ્સમાં ૨૬ સિક્સર ફટકારીને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ૨૦૨૨માં ૨૬ ઇનિંગ્સમાં ફટકારેલી ૨૬ ટેસ્ટ-સિક્સરની બરાબરી કરી છે.
બંગલાદેશ સામેની બે મેચની ટેસ્ટ-સિરીઝમાં જો યશસ્વી ૮ સિક્સર ફટકારશે તો તે બ્રેન્ડન મેક્લમને પછાડીને એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ-સિક્સર ફટકારનાર ખેલાડી બની જશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
