<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રેસલીંગ ચેમ્‍પિયન્‍સ સુપર લીગની ઘોષણાઃ સાક્ષી મલિક, અમન સેહરાવત અને ગીતા ફોગાટ કરશે સંચાલન

નવી દિલ્‍હીઃ ઓલિમ્‍પિક મેડલ વિજેતા કુસ્‍તીબાજ સાક્ષી મલિક અને અમન સેહરાવતે વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપની બ્રોન્‍ઝ મેડલ વિજેતા ગીતા ફોગાટ સાથે રેસલિંગ ચેમ્‍પિયન્‍સ સુપર લીગની જાહેરાત કરી હતી.

રિયો ૨૦૧૬ની બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ સાક્ષી અને ૨૦૧૨ વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપની બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ ગીતાએ સોશ્‍યલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. સોશ્‍યલ મીડિયાથી દૂર રહેલા પેરિસ ઓલિમ્‍પિક્‍સના બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ અમન સેહરાવતે પણ આ અભિયાન માટે પોતાનું સમર્થન આપ્‍યું છે.

દેશના ઊભરતા કુસ્‍તીબાજો માટે આયોજિત થનારી આ લીગને હજી સુધી નેશનલ ફેડરેશનનું સમર્થન મળ્‍યું નથી. ગીતાએ આશા વ્‍યક્‍ત કરી કે આ પહેલી લીગ હશે જે ફક્‍ત ખેલાડીઓ દ્વારા જ ચલાવવામાં આવશે અને તેને આ લીગ માટે ફેડરેશન અને સરકાર તરફથી સમર્થન મળશે

(1:44 PM IST)