તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ટીમ ઇન્ડિયાના હેડ કોચ કહે છે
ક્રિકેટનો શહેનશાહ વિરાટ, બાદશાહ યુવરાજ, દબંગ સચિન, ટાઇગર ગાંગુલી અને હું એન્ગ્રી યંગમેન

નવી દિલ્હી તા. ૧૩ : દિલ્હી ક્રિકેટ બોર્ડ આયોજીત કાર્યક્રમમાં એન્કર સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના જવાબ આપતા ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને ક્રિકેટનો શહેનશાહ ગણાવ્યો હતો. તેમણે યુવરાજ સિંહને બાદશાહ, સચિન તેંડુલકરને દબંગ, સૌરભ ગાંગુલીને ટાઇગર અને જસપ્રીત બુમરાહને ખેલાડી ગણાવ્યો હતો.
ગૌતમ ગંભીરે પોતાને એન્ગ્રી યંગ મેનનું બિરૂદ આપ્યું હતું. બોલીવુડના ફેમસ કેરેકટરને દિગ્ગજ ક્રિકેટર્સ સાથે સરખાવવાનો ગંભીરનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
