તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
બુમરાહભાઇ કો ભગવાનને અલગ હી બના કે ભેજા હૈ
જુદા-જુદા બોલરોની નાની-નાની વાતો પસંદ બિહારનો ફાસ્ટ બોલર આકાશદીપ કહે છે

નવી દિલ્હી,તા. ૧૩: બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ માટેની ભારતીય સ્કવોર્ડમાં સિલેક્ટ થનાાર ૨૭ વર્ષનો ફાસ્ટ બોલર આકાશદીપ બિહારનો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કે મોહમ્મદ શમીભાઇ હાલમાં ઇન્જર્ડ છે. હું આને એક જવાબદારી તરીકે જોઉ છું. જે મને મારી ટીમની સેવા કરવાની મંજૂરી આપે છે. સિલેક્ટર્સ અને ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ મારામાં વિશ્વાસ મૂકયો છે. બોલિંગ પાછળની પ્રેરણા વિશે પુછવામાં આવતા તેણે જવાબ આપ્યો હતો. કે ‘હું કોઇ એક બોલરને વધારે ફોલો કરતો નથી. વિશ્વના દરકે બોલરની પોતાની આગવી એકશન અને ટેકિનક હોય છે અને દરેક પોતાની રીતે મહાન હોય છે. હું સાઉથ આફ્રિકાના કેગિસો રબાડાનો થોડો ફોલો કરૂં છું, પણ જસપ્રીત બુમરાહને ફોલો કરવાનું મુશ્કેલ છે. હું તેની પાસેથી બધુ શીખી શકતો નથી. બુમરાહભાઇને ભગવાને કંઇક અલગ જ બનાવીને મોકલ્યા છે. હું મોહમ્મદ સિરાજનું પણ નિરીક્ષણ કરૂં છું અને તેની પાસેથી શીખુ છું. હું અલગ-અલગ બોલરોની નાની-નાની વાતોને પસંદ કરું છું' (
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
