<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ઈશાન કિશને ફરી વાર પોતાના બેટનો પાવર બતાવ્યો: દુલીપ ટ્રોફીમાં તોફાની સદી ફટકારી

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની સાતમી સદી :તેણે 2 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી

મુંબઈ : ઈશાન કિશને બેટ્સમેને દુલીપ ટ્રોફીમાં સદી ફટકારી છે. ઈન્ડિયા C તરફથી રમતા ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા ઈન્ડિયા B વિરુદ્ધ સદી ફટકારી હતી.ભારતીય C ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ઈજાના કારણે મેચના બીજા બોલ પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો, પરંતુ આ પછી ઈશાન કિશને પોતાની સ્ટાઈલમાં સદી પૂરી કરી હતી.

  ઈશાન કિશને 90ની આસપાસના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની સાતમી સદી છે. ઈશાન કિશનની આ સદી એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે 2 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી છે.

   ઈશાન કિશન પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. ઈશાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે પ્રથમ મેચમાંથી બહાર રહ્યો હતો પરંતુ ફીટ થતા જ કિશને પોતાની પ્રતિભા બતાવી દીધી હતી. ઈશાને ઈન્ડિયા Bના બોલરોને જબરદસ્ત ફટકાર્યા હતા. ખાસ કરીને સ્પિનરો તેના નિશાને હતા. તેણે વોશિંગ્ટન સુંદરને શાનદાર રીતે રમ્યો અને જ્યારે તેને તક મળી ત્યારે કોઈ નબળા બોલને છોડ્યો નહીં. ઈશાન કિશને 111 રનની ઈનિંગ રમી હતી.

(11:26 AM IST)