<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડમાં ભૂકંપ : ડિરેકટર પદેથી ખાલીદ મહમુદનું રાજીનામું

નવી દિલ્‍હી, તા. ૧ર : બાંગ્‍લાદેશ ક્રિકેટ ટીમે તાજેતરમાં જ પાકિસ્‍તાનને તેના ઘરઆંગણે  બે મેચની ટેસ્‍ટ શ્રેણીમાં હરાવીને ટેસ્‍ટ શ્રેણી જીતી હતી. હવે બાંગ્‍લાદેશ ક્રિકેટ ટીમ ૧૯ સપ્‍ટેમ્‍બરથી ભારતના પ્રવાસ પર બે મેચની ટેસ્‍ટ શ્રેણી રમવાની છે, પરંતુ તે પહેલા બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં તેમના બોર્ડના ડિરેક્‍ટર ખાલિદ મહમૂદે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહેમૂદ સિવાય બોર્ડના અન્‍ય કેટલાક સભ્‍યોએ પણ તેમના પદ છોડવાનો નિર્ણય લીધો છે.

   ખાલિદ મહમૂદ, જેઓ બાંગ્‍લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી છે અને કેટલાક સમય માટે ટીમના વચગાળાના કોચ તરીકે પણ સેવા આપી ચૂકયા છે, તેમણે ગાઝી અશરફ સામે ચૂંટણી જીત્‍યા બાદ ૨૦૧૩માં પ્રમુખ પદ સંભાળ્‍યું હતું. ક્રિકબઝના સમાચાર અનુસાર, ડાયરેક્‍ટર તરીકે સતત ત્રીજી મુદત પૂરી કરી રહેલા ખાલિદ મહમૂદે દેશમાં રાજકીય ફેરફારોને જોતા તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થાય તે પહેલા પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.

(2:41 PM IST)