<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ચેન્‍નાઇમાં બારમી સપ્‍ટેમ્‍બરથી પાંચ દિવસનો ભારતીય ટેસ્‍ટ - ટીમનો ટ્રેઇનિંગ કેમ્‍પ શરૂ થશે

૧૯ સપ્‍ટેમ્‍બરથી બાંગ્‍લાદેશ સામે પહેલી ટેસ્‍ટ મેચ

નવી દિલ્‍હી તા. ૧૦ : બાંગ્‍લાદેશ ક્રિકેટ ટીમે હવે ભારતને પડકાર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.

બંગલાદેશના મીરપુરમાં આ ટીમના ક્રિકેટર્સ ટ્રેઇનિંગ કેમ્‍પમાં જબરદસ્‍ત પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. ૧૯ સપ્‍ટેમ્‍બરથી બન્ને ટીમ વચ્‍ચે ચેન્નઈમાં પહેલી ટેસ્‍ટ શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમ ૧૨ સપ્‍ટેમ્‍બરથી પાંચ દિવસના ટ્રેઇનિંગ કેમ્‍પનું આયોજન કરશે. વિરાટ કોહલી પણ એ દિવસે લંડનથી ચેન્નઈ આવી પહોંચશે.

પહેલી ટેસ્‍ટ માટે જાહેર થયેલી ૧૬ સભ્‍યોની સ્‍ક્‍વોડ હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મળીને સાથી ખેલાડીઓ વચ્‍ચેનું બોન્‍ડિંગ અને ટ્‍યુનિંગ મજબૂત કરશે.

કેમ્‍પમાં ભારતીય ટીમનો ઉદ્દેશ તૈયારીઓને ચકાસવાનો અને નબળાઈઓને સુધારવાનો રહેશે. હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની ઘરેલુ મેદાન પર આ પહેલી સિરીઝ છે


 

(3:11 PM IST)