તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
ટી-૨૦ વર્લ્ડકપ માટે વુમન્સ ક્રિકેટ ટીમે બેંગ્લોરમાં આજથી પ્રેકટીસ શરૂ કરી
હરમનપ્રીત કોૈર એન્ડ કંપની ૨૪મીએ યુએઇ જવા રવાના

નવી દિલ્હીઃ યુનાઇટેડ આરબ એમિરેટસમાં ત્રીજી ઓકટોબરથી આયોજીત મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતીય મહિલા ટીમ આજથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરશે.
બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં આજથી હેડકોચ અમોલ મઝુમદારની દેખરેખ હેઠળ ૧૦ દિવસનો સ્કિલ કેમ્પ શરૂ થશે. અહેવાલો અનુસાર વિકેટકિપર- બેટસમેજ યસ્તિકા ભાટિયા ઘુંટણની ઇજામાંથી અને ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલ આંગળીના ફ્રેકચરમાંથી સ્વસ્થ થઇગઇ છે. આ બન્ને આજે ટીમ સાથે જોવા મળશે.
ઇન્ટ્રા-સ્કવોડ મેચ રમીને ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડ કપ માટે તૈયાર થશે. સ્કિલ કેમ્પ બાદ ચાર દિવસના બ્રેક બાદ હરમનપ્રીત કોૈર એન્ડ કંપની ૨૪ સપ્ટેમ્બરે મુંબઇ એરપોર્ટથી યુએઇ માટે રવાના થશે. ભારતીય ટીમની પહેલી ટક્કર ચોથી ઓકટોબરે ન્યુઝીલેન્ડ સામે થશે. છેલ્લા આઠ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કયારેય ચેમ્પિયન બની શકી નથી. આ ટીમ ૨૦૨૦માં ફાઇનલમાં ઓસ્ટ્રેલીયા સામે હારીને રનર-અપ ટીમ રહી હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
