<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

પાકિસ્‍તાન વિ. બાંગ્‍લાદેશ વચ્‍ચે ટેસ્‍ટ મેચ ફિલ્‍ડીંગ દરમિયાન પાક.ના ત્રણ ખેલાડીઓ જોતા જ રહ્યા અને બોલ વચ્‍ચેથી નીકળી ગયો, ભારે ફજેતી થઇ

નવી દિલ્‍હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 274 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમના ત્રણ બેટર્સે અર્ધસદી ફટકારી હતી. ત્રીજા દિવસના લંચ બ્રેક સુધી બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા હતા. જેમાં બાંગ્લાદેશની બેટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ખેલાડીઓની હાંસી ઉડાવવામાં આવી છે. 

પાકિસ્તાન બનામ બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ત્રીજા સેશનમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ખરાબ ફિલ્ડિંગ કરી હતી. મીર હામજાના પ્રથમ બોલમાં બાંગ્લાદેશી બેટર શાદમાન ઈસ્લામે કોર્નર પર સ્લિમમાં ઉભેલા સઉદ શકીલના હાથમાંથી બોલ લપસી ગયો હતો. તેની બાજુમાં ઉભેલા સેમ અયૂબને લાગ્યું તે બોલ ઝીલી લેશે, પણ તે પણ નિષ્ફળ રહ્યો.

બાબર આઝમ પણ તે કેચ પકડવા આગળ કૂદ્યો હતો, પરંતુ ત્રણેય ખેલાડીઓ એક-બીજાના મોઢા જોતા રહ્યા, અને બોલ પકડી શક્યા નહીં. વાસ્તવમાં આ કેચ તદ્દન સરળ હતો. પરંતુ પાકિસ્તાની ફિલ્ડર્સે કેચ ન પકડી પોતાની ફજેતી કરાવી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, મેદાનમાં એમ્પાયરને લાગે છે કે, કેચ પકડાઈ ગયો છે, પરંતુ બાદમાં તેમણે જોયું કે, બોલ છૂટી ગયો છે. અને તે પણ હસવા લાગ્યા. 

(3:49 PM IST)