<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

આલે લે... પાક. હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે ઉધાર લીધેલી ટીકીટ પર ચીન રવાના થઇ

પાક. હોકી ફેડરેશનના પ્રમુખ તારીક હુસેન બુગનીએ કહયું ટીમ પાસે વિદેશ જવા માટે ફંડ નથી

નવી દિલ્હી તા. ૩૦ :.. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દેશની રાષ્ટ્રીય રમતની ટીમ વિદેશી મેચ રમવા જાય છે પરંતુ તેના પ્રવાસ ખર્ચ અને ટિકિટ માટે પૈસા ઉછીના લેવા પડે છે?  પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોકી અને તેના ખેલાડીઓના એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૪ રમવા માટે ચીનના પ્રવાસ વિશે છે. એક સમય હતો જ્યારે પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત હોકી મીડિયાની હેડલાઇન્સમાં સ્થાન મેળવતી હતી, પરંતુ આજે સ્થિતિ સાવ વિપરીત છે.

પાકિસ્તાન હોકી ફેડરેશનના પ્રમુખ  તારિક હુસૈન બુગતીએ એ વાતની પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનની હોકી ટીમ ચીનમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચીનની એરલાઇન સાથે ઉધાર લીધેલી ટિકિટ પર રવાના થઈ છે, પરંતુ તેમનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે ટીમ પાસે વિદેશ જવા માટે ફંડ નથી અને તેમની ચુકવણી પછીથી કરવાની રહેશે.

બીજી તરફ, પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડનું કહેવું છે કે સંસ્થાએ ખેલાડીઓની વિઝા ફી, રહેઠાણ અને મુસાફરી ખર્ચ માટે જરૂરી રકમ ચૂકવવાનું વચન આપ્યું છે, જે કાર્યવાહી પૂર્ણ થતાં જ ચૂકવવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે રવાના થયેલી હોકી ટીમ અંગે, પીટીવી  સ્પોર્ટ્સ એન્કર રોહા નદીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું , ઙ્કપાકિસ્તાન હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે ઉધાર લીધેલી ટિકિટ પર ચીન જવા રવાના થઈ.  માત્ર ચાર મહિના પહેલા, અઝલાન શાહ કપમાં ઉપવિજેતા રહી ચુકેલી ટીમ માટે સરકારી સ્તરે અને હોદ્દેદારો વતી ઉજવણી કરવામાં આવી હતી.

(4:38 PM IST)