<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ચાર મહિલા રેસલર્સે ગોલ્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મહિલા કુસ્તીબાજોને અભિનંદન પાઠવ્યા હતા.  તેણે પોસ્ટમાં લખ્યું છે કે, અમારી ચાર મહિલા કુસ્તીબાજોએ જોર્ડનમાં ચાલી રહેલી અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.  અદિતિ કુમારી, નેહા સાંગવાન, પુલકિત અને માનસી લાથેરને ખૂબ ખૂબ અભિનંદન.  સમગ્ર દેશને તમારા બધા પર ગર્વ છે.  હું તમામ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.તમને જણાવી દઈએ કે અમ્માનમાં ચાલી રહેલી અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 મહિલા રેસલર્સે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.  આ કુસ્તીબાજોએ બતાવ્યું છે કે આવતીકાલ તેમની છે.  કુસ્તીબાજોની આ સફળતાથી દેશમાં ખુશીનો માહોલ છે.  આ ચારેયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો સતત પોસ્ટ કરી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે.

 

(7:01 PM IST)